મોઢે મોઢે વાત અલગ છે.
સમજણની સૌગાત અલગ છે.
એક સરીખા માનવ તનમાં,
મન, બુદ્ધિની ભાત અલગ છે.
નજર બચાવો આશિક દિલથી.
નજરે નજરે ઘાત અલગ છે.
જાણી પરખી બાથડવું ભૈ,
પડકારોની લાત અલગ છે.
મરમે ગૂંથ્યા રીત-રિવાજો,
ફેરા સાતે સાત અલગ છે.
તારલિયા જ્યાં ચમ ચમ ચમકે,
અંધારી એ રાત અલગ છે.
હિંમત રાખી ખેલી લઇએ,
દાવ અલગ ને, માત અલગ છે.
સૌના બસની વાત નથી એ,
નૈતિકતાની જાત અલગ છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Khub saras👌
LikeLiked by 1 person
Dhanyavad. 🌹🌹
LikeLike