હો જી રે..મારે પઢવા પરમના પાઠ !
ગુરુજી મને શીખવો અખશર ચાર !
પહેલો અખશર એવો રે શીખવો
મોહ માયાના છૂટે પાસ..
બીજે અખશરે નજર વિકસાવો
કણકણ માંહી દિસે રામ..
હો જી રે..મારે ઉકેલવો ગેબી નાદ !
ગુરુજી મને શીખવો અખશર ચાર !
ત્રીજે અખશરે દીયો સમદ્રષ્ટી
સુખદુઃખ લાગે સરખા..
ચોથે અખશરે મધમીઠે શબદે
વહાવો અમીરસ ઝરણાં..
હો જી રે મારે જાવું અલખની વાટ !
ગુરુજી મને શીખવો અખશર ચાર !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
