ક્યારેક
અધરાતે, મધરાતે
ઘડિયાળની બે ટીક ટીક
કે
ડાયરીના બે પાના વચ્ચે
નશ્વર સમય-વહેણની
કલમ
અચાનક જ
થીજી જાય છે..
પછી તો
નરસિંહની મશાલ ને
મીરાંનાં તંબૂર સમ
એકસાથે જ
ઝળહળી ને રણઝણી,
ઉઠે છે
આ તન…મન..
જ્યારે,
યાદે ને યાદે
ઘોળાય છે ઝેહનમાં
તું જ તું.. કાન્હા !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
