આજ સખી રે કેસુડાંના ફૂલ મને કંઈ કહેતાં !
વગડાની રે વાટે વાટે ફોરમ થઈને વહેતાં !
બોલાવે એ, આ સરોવરની મહેકંતી પાળીએ…
લલચાવે લહેરાતી એની લાલચટક ડાળીએ…
બાહોંને ફેલાવી મારગ રોકીને કંઈ કહેતાં !
આજ સખી રે કેસુડાંના ફૂલ મને કંઈ કહેતાં !
ધીરેથી ઢોળ્યાં છે એને વગડે એના રંગ..
બદલાયાં છે સખી રે મારા નિતનવા આ ઢંગ..
કાન દઈ સાંભળ ફાગણ ફાગ બની કંઈ કહેતાં.
આજ સખી રે કેસુડાંના ફૂલ મને કંઈ કહેતાં !
એના ઉન્માદે હું તો થનથન થનથન નાચું…
ફોરમ રે નશીલી એની લથબથ લથબથ લાજું..
રંગે બોળી, જાણે એ મદમાતા થઈ ને કહેતાં !
આજ સખી રે કેસુડાંના ફૂલ મને કંઈ કહેતાં !
_’શર્મિષ્ઠાશબ્દકલરવ”.
👌👌😊
LikeLiked by 1 person
Thank you very much..🌹🌹
LikeLike