એક ગીત :
અવસર આવ્યો જરીક એણે સ્પર્શી લીધું.
સ્નેહાવશ થઈ મેં પણ થોડું વરસી લીધું.
મીઠાં સ્પંદન સાથે વીતી મધુર સવાર,
મધ્યાહ્નની પળોએ કીધો મીઠો પ્રહાર
ઢળતી આશા સાથે કેવું સ્મરી લીધું
છતાંય યાદે – યાદે અમે મ્હોરી લીધું..
અવસર આવ્યો જરીક એણે સ્પર્શી લીધું.
સ્નેહાવશ થઈ મેં પણ થોડું વરસી લીધું.
જાણે શું શું વાતો ગૂંથી આસપાસમાં સાથે
એકબીજાની હૂંફે જાણે શ્વાસશ્વાસમાં સાથે
એકજ ફાગણ ફોર્યો ને પ્રીતનું પીણું પીધું
વગડો સાથે મ્હોર્યો ને વૃક્ષને આલિંગ્યું
અવસર આવ્યો જરીક એણે સ્પર્શી લીધું.
સ્નેહાવશ થઈ મેં પણ થોડું વરસી લીધું.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.