પવન છે ,ગગન છે, મહકતો ચમન છે.
લહેરાય યાદો , પછી ક્યાં અમન છે.
વિચારી વિચારી જ ઝોલે ચડ્યું છે.
વગર કારણે મન તડપમાં મગન છે.
સરસ લાગણી છે , અમારી તમારી.
સમજફેર તોયે , દિલોમાં સઘન છે.
કહી ના શકું હું , સતત એ જ ગાથા.
કહો હું , શું બોલું ? હ્રદયમાં અગન છે.
હકીમો , તબીબો , કરો કંઇ ઉપાયો.
ઉદાસી મઢ્યું આજ દિલનું ગગન છે.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”

Lovely
LikeLiked by 1 person
Thanks a lot 🌹🌹🌹
LikeLike