હવે..
વાદળા ઘેરાયા વગરજ
સાવ કોરા કોરા
ઝાપટા વરસાવી જાય છે.
સાવ કોરું કોરું આકાશ
એમજ ઝૂલતુ રહે છે.
ચંદ્ર પણ,
સાવ ફીકી ફીકી
ચાંદની રેલાવ્યા કરે છે.
આ રાતરાણી ને પારિજાત,
એમજ ખીલે ને કરમાય છે.
બધુ થયા કરે છે,
ફક્ત થવા પૂરતું..
જેમ તારી યાદ આવે છે ને,
સાવ કોરી કોરી !
એમજ…
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
