મળવા લાગી છું ખુદને હું થોડી થોડી.
ખમવા લાગી છું ખુદને હું થોડી થોડી.
આકાશી ઈચ્છાની વણમાગી તકલીફે,
દમવા લાગી છું ખુદને હું થોડી થોડી.
મનના પાતાળે કંઇ એમજ પહોંચાય નહીં.
ક્ળવા લાગી છું ખુદને હું થોડી થોડી.
શણગારી ખુદને જ્યાં ભીતરના અજવાળે
ફળવા લાગી છું ખુદને હું થોડી થોડી.
લીલા; લીલાધરની પ્રેમે સ્વીકારી તો,
ગમવા લાગી છું ખુદને હું થોડી થોડી.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Wah wah
LikeLiked by 1 person
Thank you so much 🌹🌹🌹
LikeLiked by 1 person