તું ન આવે તો સનમ આ સાંજનું હું શું કરું!
રંગ ઢોળ્યા આભના અસબાબનું હું શું કરું!
મધુમિલનની આશ લઇ સેવ્યા સપન.
રંજ તડપાવે વિરહનો ચાહનું હું શું કરું!
દર્દ એવા છે ઘણા જેને છુપાવ્યા કાવ્યમાં
તું ન વાંચે કાવ્ય, મળતી વાહ! નું હું શું કરું.
સંગ જીવનની હતી કંઇ ઘેલછા બંન્નેવને.
પંથ તું ભટકે પછી એ રાહનું હું શું કરું
પ્યાર તારે મન હતો બસ ખેલ જાણું છું સનમ,
તોય ના ભૂલી શકાતી યાદનું હું શું કરું!
-“શર્મિષ્ઠાશબ્દકવરવ”.
जब तुम ही नहीं तो इन शामों का क्या करूँ
आसमान के इन रंगीं नजारों का क्या करूँ
दिल को तो सजाया है वस्ल के ख़्वाबों से
रंज-ए-हिज़्र सताये तो चाहतों का क्या करूँ
दर्द-ओ-ग़म तो बहुत छुपा लिए शाइरी में
गर तुम ही न पढ़ो तो सताइशों का क्या करूँ
साथ जीने मरने की थी तमन्ना हम दोनों की
राहें जो तुम भटके उन राहों का क्या करूँ
ये प्यार था महज़ एक खेल जानता हूँ सनम
फिर भी न भूल पाऊँ तो यादों का क्या करूँ _”शर्मिष्ठाशब्दकलरव”

Bautiful…..as always.
LikeLiked by 1 person
Thank you very much 🌺🙏🏼🌹💝
LikeLike
Thank you so much 🌺🙏🏼
LikeLike