કાગળે ચિતરાય ના ભીતર ઉછળતી એષણાઓ
વર્ણવાતી ક્યાં કદી સંપૂર્ણ આ સંવેદનાઓ.
લાગતી પ્યારી ઘણી જે, એ નઠારી નીકળે છે.
છે ઠગારી તોય ક્યાં, છોડાય છે આ ઝંખનાઓ ?
ના કદી ઠારી ઠરે; ધરબો ભલે પાતાળ ખીણે.
કે પવન અડતા જરી, ભડકી ઉઠે પ્રાણૈષણાઓ.
શ્વાસના સાંસા પડે જ્યાં વાપરીશું એ જ મૂડી
હા, ઉછેર્યા છે અમે પણ યાદ નામે છોડવાઓ.
શ્રાસેશ્વાસે જીંદગી જ્યાં કર્મનું ગણતર કરે; ત્યાં
શૂન્યની જાહોજલાલી, છે સમયની શક્યતાઓ.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Many times the sensations inside are very difficult to decipher. Very good poem. I loved it. A big hug.
Manuel Angel
LikeLiked by 1 person
Ya..Right.
Thank you very much 🌺💝
LikeLiked by 1 person
You are welcome
LikeLiked by 1 person