અજવાળી અંધારી છાયા વચ્ચે
ખોવાયા આભાસી માયા વચ્ચે
ઈચ્છા, અનિચ્છાના છે રમખાણો,
સુખ-દુઃખના રમતા પડછાયા વચ્ચે
સાચા ખોટાના જે કરતા દ્વંદ્વો,
અહમ-વહમમાં અટવાયા વચ્ચે.
માર્યા ફાંફાં જે પડઘાને કાજે,
અંતરમાં એતો પડઘાયા વચ્ચે
જાત મહેંકાવી જ્યાં અત્તર સરખી
ત્યાં પામ્યા સઘળું આ કાયા વચ્ચે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Lovely poetry.
LikeLiked by 1 person
Thank you so much..🌹🙏
LikeLike