સ્નેહ તરણે ભવ સમંદર ખેડવું છે.
દર્દ હો કે હો ખુશી બસ ડૂબવું છે.
એજ જૂની મંઝિલે રસ્તા નવા લઇ,
ભીતરે દીવો કરીને મહાલવું છે.
હો ભલે અવકાશ પ્રેમે માંગવાનો.
પ્રાણથી પ્યારું ઘણુંયે ત્યાગવું છે.
જીવવું, મરવું સહજ છે શ્વાસ રાહે,
જીવતા મરવા સમું કંઇ જીવવું છે.
બિનશરત કૈ કેટલી શરતો હશે પણ,
હારને નિશ્ચિત સમજી જીતવું છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
