ચાલ હળવી ચાલને ઓ જીંદગી.
વાત મારી માનને ઓ જીંદગી.
શું શિકાયત? આ નથી કે તે નથી.
છે ઘણું એ માણને ઓ જિંદગી.
હીર સમજી ઘાસ ને પથરા સમું,
સાચવ્યું તે ત્યાગને ઓ જિંદગી!
દોડી ભાગી તું જ કહેને શું મળ્યું?
જત પલાંઠી વાળને ઓ જિંદગી.
શ્વાસ છે સર્વોપરી તોયે ‘શર્મિ’!
જીવ-જીવણ જાણને ઓ જિંદગી!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
