તું…
મહાસાગરની પેઠે
મારા અસ્તિત્વના
મોટામાં મોટા ખંડને રોકી
સતત ઘૂઘવાટ કરી
તારા અસ્તિત્વના
બણગાં ફૂકતો રહે છે.
અને હું..
અવની માફક
મારી પર પથરાવાનો,
મારી ભીતર ને ભીતર
ઊતરવાનો તને
અવકાશ આપતી રહું છું.
મારી ચાહતનો
એથી વધું તો
શું પૂરાવો આપું?
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
