#gujaratipoetry #feelings #ahsas

સ્પર્શ વિરમાય
પણ એથી શું?
અહેસાસ થોડો વિરમાશે.
એ તો, ફરી ફરી જેહનમાં
ઘુંટાતો જ રહેશે ને…!
લાગણીનું બીજ
અભિવ્યક્તિની ભૂમિ ને,
અનુભૂતિના મૌન વાતાવરણમાં
શબ્દાકાર પામતાં જ

કવિતાને છોડવે મ્હોરી ઊઠશે.
એનાં ફૂલ પાંદડે ચળાઈ આવતા
સ્નેહકિરણો ક્યારેક;
અકળાવે, પોરસાવે,
ઝાકળ સ્પર્શે ઝળકાવે
કે તિલમિલાવે પણ ખરા!
અનંત ભાવવિશ્વે
શબ્દે શબ્દે હિલ્લોળતો
સ્પર્શનો અહેસાસ;
કહોને..,
કઈ રીતે વિરમાશે?

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s