એક સુંદર સાંજ અમને સાંભરે.
યાદ એની આજ અમને સાંભરે.
ધૂન એવી છેડતો સુરતાલમાં.
આજ પણ એ સાજ અમને સાંભરે.
હોઠ કંઇ ને આંખ કંઇ બીજું કહે!
એ શરમ, એ લાજ અમને સાંભરે.
ક્હેર નાજુક પાંપણોનો શું કહુ?
હાય! એ અંદાજ અમને સાંભરે.
સ્હેજ ઝૂકી, મ્હેક ઘોળે ડાળ પર,
ફૂલ ગુલાબી શાજ અમને સાંભરે
એક મંઝિલ છે નજરના દેશમા.
ક્યાં પછી રસ્તા જ અમને સાંભરે.
‘જીવશું મરશુ હવે તો સંગમાં’
એ કસમ હે રાજ! અમને સાંભરે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
