#gujaratigazal
લાગણી એ માનવીનું કૂળ છે.
લાગણી ના હોય તો જગ સ્થૂળ છે.
મંદ મૂશ્કાને કરું સ્વાગત પ્રિયે,
આવ કે તારા વિના જગ ધૂળ છે.
ના જરૂરત શુભ ઘડી, પંચાગની
ચોથ ચઉદશ જે હશે અનુકૂળ છે.
ચાલ મક્કમ રાખવી પડશે ઘણી,
હરકદમ સંજોગ તો પ્રતિકૂળ છે.
તું હશે તો થઇ જશે ભવપાર આ,
પ્રેમ એ તો સર્વ સુખનું મૂળ છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
