ગઝલ:
હરપળે તું શ્વાસમાં ઘોળાય છે.
તે છતાં ક્યાં પૂર્ણ તું પરખાય છે?
બેહિસાબી લાગણી છે પ્રેમની,
એ ગણિત અમને હવે સમજાય છે.
ભુલભુલૈયા જીંદગીની રાહમાં,
ધ્રૃવતારક તું મને દેખાય છે.
રક્ત ક્યાં? બસ તું વહે છે રુહમાં,
એટલે આ જિંદગી લહેરાય છે.
ભાવભીનું હો સમર્પણ પ્રેમમાં
સ્વર્ગ સી રોનક બધે વર્તાય છે.
શબ્દ જ્યાં તોલાય નકરાં સ્વાર્થથી,
ખપ મુજબના અર્થ એના થાય છે.
મોટપણની આડમાં ભૂલી ગયાં,
ભોળપણમાં જીંદગી હરખાય છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
