#gujaratipoetry #gujaratigeet #spiritualsong.

‌શ્વાસ સંગ ઉચ્છવાસ નો આ કેવો મધુરો પ્રાસ છે.
જાણે રમાતો ભીતરે શ્રી રાધા રમણનો રાસ છે.

ધડક ધડકના સુરમય તાલે તનડું ધડકે અદકેરું!
ભીતરની ભીતર આયામે જીવણ ધબકે ઊંચેરું!
મનવીણાંના તારે તારે લહેરાતો ઉલ્લાસ છે…
શ્વાસ સંગ…
જણ જણ નોખાં, જણ જણ મોંઘાં, જણ જણ છે પ્રભુ પ્યારાં.
જણ જણની નોંખી છે પ્રીત્યું; જણ જણમાં પ્રભુ ન્યારા.
સમજી શકો જો ફિલસૂફી તો હર જણ ખાસમખાસ છે.
શ્વાસ સંગ..
મળ્યું સહજ એ સહજ નથી કંઈ, છે છૂપો પડકાર કહીં.
ઉચ્છવાસે ઉચ્છવાસે ઘટતું જીવનનું પરિમાણ અહીં.
સહજ જુઓ તો ધબકારામાં રહસ્યનો એખલાસ છે.
શ્વાસ સંગ ઉચ્છવાસનો આ કેવો મધુરો પ્રાસ છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Leave a comment