#gujaratipoetry #feelings

તૂટેલ દિલનો ધબકાર લઈ,
હીબકા ભરતાં ટેરવાંને
આંસુની સ્યાહીમાં
ડુબાડી,
ઘાયલ
લાગણીઓ
તરફડે કંઈ શબ્દ થઈ
ને…
કાગળના ખોળે
માથું મૂકી
ગીત સમું કંઈ
રુદન આદરે
-“શર્મિષ્ઠાશબ્દકવરવ”.

#gujaratipoetry #gazals

ગઝલ:
એટલે સુખ આંગણે લહેરાય છે.
ઝૂપડી સંતોષથી છલકાય છે.

એકની પર એક ઈચ્છા ગોઠવી.
શાંતિ મનની ચેહ પર હોમાય છે.

લાગણી જ્યાં શબ્દમાં તડપી મરે.
મૌન કેવળ મૌન; ત્યાં પથરાય છે.

હું રમું કે એ રમાડે શી ખબર?
ગૂઢ છે એ વાત, ક્યાં સમજાય છે?

છોડ શર્મિ એ મમત ને એ રમત!
જીતવામાં; જીવવું ભૂલાય છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gazals #gujaratipoetry #gujaratigazals

હરખથી હસીને  એ આંખોને મટકે!
પછી  વાળ ભીનાં એ હળવેક ઝટકે!

ન કાજળ, ન બિંદી, ન કંગનની ખનખન.
નજર છે કે ખંજર? કરે વાર હટકે!

ન નજદીક જાઉં, રહું સાવ અળગો.
છતાં મન-મસ્તિકે, સદા એ જ ભટકે!

નજરથી હ્ર્દય ને હ્રદયથી નસોમાં,
કહો કોઈ એને હવે ક્યાંક અટકે!

હતો આમ તો હું અસલ વટનો કટકો,
અરેરે..! ઘવાયો ફક્ત એક લટકે.
“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#jayshreeram #gujaratipoetry #bhajan

મળ્યો ભાઈ ! જીવનનો લ્હાવો !
જીવી લે! તું જાણી લે !
મળ્યો ભાઈ ! અનેરો અવસર !
માણી લે! પરમાણી લે !
કાળી-ભમ્મર રાતો વચ્ચે, તારલીયા તો ટમકે.
ઘોર નિરાશા વચ્ચે ક્યાંક વીજળીઓ તો દમકે.
મનતરુની ડાળીએ બેઠી કોયલીયા તો ટહુકે.

મળ્યું ભાઈ ! ધડકતું રુદિયુ!
ધડકી લે! ધડકાવી લે !
મળ્યો ભાઈ ! અનેરો અવસર !
માણી લે! પરમાણી લે !

રામનામનો પરચો એવો પથરા તરતા પાણીમાં.
શ્રદ્ધા કેરા દિપક પ્રગટે, જગમગ કરતાં આંધીમાં
ખુદ પર છે  વિશ્વાસ એનાં વહાણો તરતા  માટીના

મળ્યો ભાઈ ! ઝઝૂમવાને મોકો!
ઝડપીને નીખારી લે.
ઝડપી લે તું ઝડપી લે !
ભાઈ ! અનેરો અવસર મળ્યો,
માણી લે  પરમાણી લે !

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratigazal #poetry

ગઝલ: મહજ થઈ ગયું છે.
દરદ જિંદગીનું મહજ થઈ ગયું છે.
સુખો જેમ સહેવું; ફરજ થઈ ગયું છે.

વધે દર્દનું દર્દ થઈ ચક્રવૃદ્ધી
પ્રણયમાં આ કેવું? કરજ થઈ ગયું છે.

જરા ઘાવ સમજીને પંપાળી બેઠા,
વધી ગઈ ખણજ એ ખરજ થઈ ગયું છે.

છે તાકાત એવી પ્રણયના નશામાં!
કઠિન જે હતું તે સહજ થઈ ગયું છે.

જુઓ હાંસિયામાં લખી દીધું સુખ છે.
ભલે દુઃખનું પ્રકરણ દરજ થઈ ગયું છે

અમે સાતમા તારને રણઝણાવ્યો,
જગતનું દરદ લ્યો! તરજ થઈ ગયું છે.

હરખ શોક એવાં ગરક થઈ ગયા ભૈ,
મધૂરું અમારું મરજ થઈ ગયું છે.

ન શોધું હું ટોચે, ન ખૂંદુ તળેટી,
દરદ પણ અમારું; ગરજ થઈ ગયું છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
મહજ: મોટું

#gujaratigeet #lovepoem

એણે અવસર બહાને થોડું સ્પર્શી લીધું.
અમે સ્નેહ કેરો સ્પર્શ માની માણી લીધું.
એણે અવસર…

મીઠા એ સપનામાં વીતી ગઈ ભોર!
લાંબી લચક પછી આખી બપોર!
ઢળતી રે આશ જાણે ઢળતી હો પ્હોર!

તોય, યાદે ને વાદે સંગ મ્હાલી લીધું..
અમે સ્નેહ કેરો સ્પર્શ માની માણી લીધું.
એણે અવસર..

જાણે કેટલીયે વાત ગૂંથી આસપાસમાં!
માણતા રહ્યા અમે શ્વાસશ્વાસમાં!
ભલે એકજ ફાગણ ફોર્યો આયખામાં!

તોય, ઉજ્જડ આ જીવતર મહેકાવી લીધું..
અમે સ્નેહ કેરો સ્પર્શ માની માણી લીધું.
એણે અવસર..
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#hindipoetry

कभी
‍ख्वाबो-ख्यालों-ख्वाहिशों के,
कभी
घर-समाज, रीती-रिवाजों के,
कभी तन की मर्यादाओं के,
कभी मन की उड़ानों के,
पिंजर.. पिंजर.. पिंजर मे..
हंसती-मुस्कुराती-झझुमती,
उलझी -बिखरी-तड़पती
यह जिंदगी !
कहानी है
कैद.. कैद ..कैद की।
-शर्मिष्ठा कोन्ट्राकटर  “शर्मिष्ठाशब्दकलरव”