ગઝલ:
સદા હું તો તારી ડગરમાં રહું છું.
કરી લે કસોટી નજરમાં રહું છું.
ભલે ફેરવે ચાકડે તું યુગોથી,
ધરી ને ધુરાની અસરમાં રહું છુ.
કરમની કહાની ને કિસ્સા ધરમના,
સુફી આતમાની સફરમાં રહું છું.
રહું છું મજામાં એ મારી અદા છે.
ન ક્યાંયે અગર કે મગરમાં રહું છું.
કે પથ્થર તળે પોઢશું જઇ નિરાંતે!
સદા યાતનાની કબરમાં રહું છું.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”
