#mygazal #gujaratipoetry

જો ઉપાડી દો કદમ તો રાહ નીકળતી જશે.
મંઝિલે ગર હો નજર તો રાહ નીકળતી જશે.

છે જરૂરી રાત કેવળ સ્વપ્નના દીદાર તક.
આંખ ખુલતાં કર સફર તો રાહ નીકળતી જશે.

રાહ પારખવા પછી મેળવ નજર તું દ્રશ્યથી,
હો દિશા સાચી અગર તો રાહ નીકળતી જશે.

વાત છે સાદી સરળ, ચાહત ભળે જો માર્ગમાં,
યત્ન સૌ લાગે સહજ તો રાહ નીકળતી જશે.

જેટલું એ લાગતું હોતું નથી મૂશ્કેલ એ
જાત જીંદાબાદ કર તો રાહ નીકળતી જશે.

સ્વપ્ન હો સાકાર સઘળાં હો સફર આ મૌજની
આશિષે ફળશે કરમ તો રાહ નીકળતી જશે.

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

8 thoughts on “#mygazal #gujaratipoetry

    1. ખૂબ ખૂબ આભાર.. મારી ગઝલને વાંચી ને મૂલવવા માટે.. પ્લીઝ આવી રીતે આગળ પણ માર્ગદર્શન આપતા રહેશો..🌷🌹🙏🏼

      Liked by 1 person

    1. ચાર શેરમાં કાફિયા જળવાયા છે, તો બાકીના બે શેરમાં જળવાય તો ઉત્તમ; અન્યથા શબ્દાન્તે સમસ્વરીય ઉચ્ચાર હોઈ કદાચ ચાલી શકે, પણ કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લેવાય તો સારું. મારા વાંચનમાં આ પ્રકારની ગઝલ પહેલી આવી હોઈ હું પણ થોડોક‌ અવઢવમાં છું. મગન‌ મંગલપંથી નિષ્ણાત છે. ઈમેલ એડ્રેસ મળે તો હું મોકલી આપું છું. તેમનો જે અભિપ્રાય મળે તે મને જણાવશો, જેથી મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. મારું ઈમેલ Id – musawilliam@gmail.com છે.

      Liked by 1 person

      1. હા, ચોક્કસ.. એમ તો હું વારિજ લુહાર સરને ઓળખું છું. ફેસબુક થ્રુ એમને કાલે પૂછી જોઈશ.એ પણ જાણકાર છે તો યોગ્ય સલાહ આપશે..આપનો ખૂબ ખૂબ આભાર.. સર🌹🙏🏼

        Like

Leave a comment