#gujaratigazal #poetry

ગઝલ: મહજ થઈ ગયું છે.
દરદ જિંદગીનું મહજ થઈ ગયું છે.
સુખો જેમ સહેવું; ફરજ થઈ ગયું છે.

વધે દર્દનું દર્દ થઈ ચક્રવૃદ્ધી
પ્રણયમાં આ કેવું? કરજ થઈ ગયું છે.

જરા ઘાવ સમજીને પંપાળી બેઠા,
વધી ગઈ ખણજ એ ખરજ થઈ ગયું છે.

છે તાકાત એવી પ્રણયના નશામાં!
કઠિન જે હતું તે સહજ થઈ ગયું છે.

જુઓ હાંસિયામાં લખી દીધું સુખ છે.
ભલે દુઃખનું પ્રકરણ દરજ થઈ ગયું છે

અમે સાતમા તારને રણઝણાવ્યો,
જગતનું દરદ લ્યો! તરજ થઈ ગયું છે.

હરખ શોક એવાં ગરક થઈ ગયા ભૈ,
મધૂરું અમારું મરજ થઈ ગયું છે.

ન શોધું હું ટોચે, ન ખૂંદુ તળેટી,
દરદ પણ અમારું; ગરજ થઈ ગયું છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
મહજ: મોટું

Leave a comment