શી ખબર ?
દેહ છોડીને…
જીવ, ક્યાં જતો હશે ?
આ પંચતત્વનું ખોળિયું તો,
પંચમહાભૂતમાં થાશે વિલીન.
પછી આ જ્યોત ?
કયા આકાશે થાશે વિલીન ?
શું એ ભળતી હશે ?
પરમ-જ્યોતિમાં..
કે, ફરીને સંચરશે !
કોઈક નવા જ ખોળિયે…
આ ભારી-ભરખમ અભરખાઓ !
આ અનહદ-અધૂરી અભિપ્સાઓ !
શું ક્યાંક, થાશે પૂર્ણ ?
કે પછી, ફરીને સંચરશે ?
પેલી જ્યોત ની જેમ જ…
કોઈક નવા જ ખોળિયે ?
સંસાર-વને…ભટકવાને,
ફરી-ફરી….!
– શર્મિષ્ઠા. “શબ્દકલરવ”
