છે અજીબોને ગરીબો ખેલ શર્મિ !
જીંદગી જુમ્માનજીનો ખેલ શર્મિ !
ફેંકવા પડશે જ પાસા છે નિયમ એ
નિતનવા પડકાર દેતો ખેલ શર્મિ !
તાકતી તલવાર સરખું મૌત માથે,
એક જુગમાં કંઇ જુગોનો ખેલ શર્મિ !
મૂક હોઠે ભોગવો પરિણામ જે હો.
લાલચી જીજીવિષાનો ખેલ શર્મિ !
ઝૂઝતીજા, ઝૂમતી જા, એ નચાવે,
આખરે છે લાગણીનો ખેલ શર્મિ !
છે લડત સ્વીકાર કે પડકારની આ
હોંશભર્યો, જોશભર્યો ખેલ શર્મિ !
આખરે તો ઈશ સન્મુખ છે થવાનું,
માંડશે એ કર્મ તાળો, ખેલ શર્મિ !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

👌👌👏👏
LikeLiked by 1 person
Thanks…🌹🌷🌹
LikeLike
Good.
LikeLiked by 1 person
Thank you very much…🌹🌷🌹
LikeLike