સાધો..મનના તાર રણઝણાવો…
ભગતીમય ટેરવે અલખ જગાવો..
તનનો તંબૂર નાનો; માંડવા શેં ડગ મોટાં ?
સાધી શકે તો સાધ; સુરના આલાપ મોઘાં
સુરના ટકોરે સુક્ષમ દ્વાર ખટખટાવો..
ભગતીમય ટેરવે અલખ જગાવો..
વલયોમા વલય ચિતર; ઉઠશે એક નાદ ભીતર.
અનહદમાં જાત ઝબોળી; ખુદથી તું થોડો નિતર.
મનના સુરાલયે ગીત ગણગણાવો…
ભગતીમય ટેરવે અલખ જગાવો..
ખુદના તે રંગ મહેલે; કોણ ભરશે ચોકીપ્હેરાં ?
મોહમાયે અટવાયા સૌ; રંગભીનાં ચહેરાં.
જાગ હવે જાગ જોગી ધૂણી ધખાવો
ભગતીમય ટેરવે અલખ જગાવો..
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
