એક-બે કઇં નઇ, ઘણેરું જોઇએ.
વૃક્ષ ને વનરાઈ સઘળું જોઈએ.
છાંવ માટે તળવળે છે જીવ રે !
ક્યાંક પડખે વૃક્ષ જેવું જોઈએ.
મૌનની ભાષા સમજશે કોણ રે !
કૂપળે પણ વાત કરવું જોઈએ.
માનવીને કેમ રે સમજાવવું ?
તરુવરોની સંગ રહેવું જોઈએ.
મ્હેંકતા વાતાવરણથી તરબતર,
જીંદગીને ખિલ-ખિલાવું જોઈએ.
-શર્મિષ્ઠા.
