#gazals #sabdkalrav #blessing to new merrid couple..

એકબીજાના મધુર સહવાસમાં.
જિંદગીભર સ્નેહ પામો સાથમાં.

શ્વાસ સૌ જીવંત લાગે હરપળે,
એમ માણો જિંદગી સંગાથમાં.

સાથિયા તોરણ સદા દ્વારે સજે,
ને ખુશી ટોળે વળે ચોપાસમાં.

રાતદિન, મહિના અને વરસો બધાં,
બેફિકર વિતતાં રહે વિશ્વાસમાં.

પ્રેમપંથે હો ભલે કંટક કે ફૂલ,
સંગતે મ્હેંકી રહો અહેસાસમાં.

શાંત નિર્મળ સત્વ થઇ ફૂલો ફલો.
હર્ષને ઉલ્લાસ ભર્યા વ્હાલમાં.

હર દુવા ફળતી રહે માબાપની.
આપ ઝગમગ ઝળહળો સંસારમાં.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s