શબ્દના તો અર્થ અઢળક થાય છે.
મતિ પ્રમાણે સૌને એ સમજાય છે.
આશના વહ્યા કરે છે ઝાંઝવા,
સ્વપ્ન એમાં હેતથી ભીંજાય છે.
સાવ કોરી રેત ને, તોફાન પણ.
એક પગદંડી હવે અટવાય છે.
વ્હાલ માનું એટલું ફળદ્રુપ કે,
રણ વચાળે જિંદગી લહેરાય છે.
શૂન્યને જો શૂન્ય થઇ ચાહી શકો,
વ્યાપનો વિસ્તાર વધતો જાય છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Lovely, very lovely.
LikeLiked by 1 person
Thank you so much..🌺🙏
LikeLike
Welcome.
LikeLike