હે પરમેશ્વર!
આવી ચઢું છું
તારી ચોખટ પર.
ક્યારેક
સરાસરી કરવા
ફરિયાદો લઈને,
કે તારા હિસાબને
નતમસ્તક સ્વીકારવા !
કેમકે તું તો…
આપે છે કેવળ
જન્મો જુના કર્માધિન
એ પણ તારા જેવાં જ
અદ્રશ્ય.
છતાંયે શાંતિમય
એહસાસ માટે
આવી ચઢું છું
નતમસ્તક..!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
